ડુંગળીના ભાવ હવે ફરી રડાવશે, સરકારે ડુંગળીના નિકાસને આપી મંજૂરી

[ad_1]

  • ડુંગળીની નિકાસથી ખેડૂતોની આવકમાં થશે વધારો
  • લોકસભા ચૂંટણી પહેલા સરકારે ડુંગળીની નિકાસની મંજૂરી આપી
  • બહેરિન, ભુટાન અને મોરેશિયસમાં ડુંગળીની નિકાસ થશે

દેશમાં ડુંગળીના પૂરતા સ્ટોકને લઈ હવે કેન્દ્ર સરકારે લોકસભા ચૂંટણી પહેલા આનાથી સંકળાયેલા ખેડૂતોને મદદ કરવાનું નક્કી કર્યું છે. સરકારે ભારતથી ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે. હવે દેશમાંથી ડુંગળી પાડોશી દેશ ભુટાન, મોરેશિયલ અને બહેરિન જેવા દેશોમાં ડુંગળીની નિકાસ કરાશે. ડુંગળીની ખેતી કરતા ખેડૂતો લાંબા સમયથી આની માંગણી કરી રહ્યા હતા.

કેન્દ્ર સરકારે બુધવારે નેશનલ કો-ઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડના માધ્યમથી ડુંગળીના નિકાસની મંજૂરી આપી છે. ડુંગળીની નિકાસ ભુટાન, બહેરિન અને મોરેશિયસ કરાશે.

 4750 ટન ડુંગળી દેશથી બહાર મોકલાશે

ભારતમાં વિદેશથી થતા વેપાર પર મોનિટરિંગ કરતી સંસ્થા વિદેશ વેપાર સંગઠને એક નોટિફિકેશનમાં કહ્યું કે ભારતથી ભુટાનને 550 ટન, બહેરિનને ત્રણ હજાર ટન અને મોરેશિયસને 1200 ટન ડુંગળી નિકાસ કરવાની મંજૂરી છે. એનસીઈએલના માધ્યમથી આ ત્રણ દેશોમાં ડુંગળીની એકસપોર્ટને નોટિફાઈ કરાઈ છે. ડીજીએફટી વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ કામ કરે છે. આ દેશમાં આયાત અને નિકાસ સાથે જોડાયેલ માપદંડ પર નજર રાખે છે.

યુએઈ અને બાંગ્લાદેશને ડુંગળી મોકલાઈ

ભારતે ગત અઠવાડિયે યુએઈ અને બાંગ્લાદેશને કુલ 64,400 ટન ડુંગળી એકસપોર્ટ કરવાની મંજૂરી આપી હતી. પરંતુ દેશમાં ડુંગળીના ઓપન એક્સપોર્ટ પર હજી પ્રતિબંધ લાગેલે છે. આવામાં સરકાર જે ડુંગળી એકસપોર્ટ કરી રહી છે, તે એવા દેશોની સરકારની તરફથી માંગેલી મદદને લઈને કરાઈ રહી છે.

દેશમાં ગત વર્ષે આઠ ડિસેમ્બરે સરકારે ઘરેલું લેવલ પર પુરવઠો વધારવા અને કીંમતોનો કાબૂ કરવાના હેતુથી આ વર્ષે 31 માર્ચ સુધી ડુંગળીના નિકાસ પરથી પ્રતિબંધ લગાવી દીધો હતો. કીંમતો પર કાબૂ આવ્યા પછી સરકારે પહેલા પણ અનેક પગલાં ઉઠાવી ચુકી છે.

[ad_2]

Source link

Categories:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *