[ad_1]
- NSEના નિફ્ટીમાં 0.72%નો ઘટાડો
- BSEના સેન્સેક્સમાં 0.83%નો ઘટાડો
- સેન્સેકસ 616 પોઈન્ટના ઘટાડા સાથે બંધ
ભારતીય શેરબજાર આજે એટલે કે 11 માર્ચે કારોબારના પ્રથમ દિવસે ઘટાડા સાથે બંધ થયું હતું. સવારે પણ માર્કેટ ઘટાડા સાથે ઓપન થયું હતું. રોકાણકારો માટે તો અઠવાડિયોના પ્રથમ દિવસ ખૂબ જ નિરાશાજનક રહ્યો છે. ભારે વેચવાલીથી બજાર બંધ થઈ હતું. બેન્કિંગ અને એનર્જી શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ વેચવાલી જોવા મળી હતી. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 637 પોઈન્ટ ઘટીને 74,000ની નીચે 73,486 પોઈન્ટ પર બંધ થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 178 પોઈન્ટ ઘટીને 22,318 પોઈન્ટ પર બંધ થયો હતો.
HDFC બેંકનો શેર 1.08% ઘટ્યો
HDFC બેંકના શેરમાં 1.08%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે 11:30 વાગ્યે બેંકના શેર રૂ. 15.55ના ઘટાડા સાથે રૂ. 1,430 પર ટ્રેડ કરી રહ્યા હતા.
ગુરુવારે બજાર ઓલ ટાઈમ હાઈ હતું
અગાઉ 7 માર્ચે શેરબજારે ઓલ ટાઈમ હાઈ બનાવ્યું હતું. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 74,245ના સ્તરને સ્પર્શ્યો હતો અને નિફ્ટી 22,525ના સ્તરને સ્પર્શ્યો હતો. જોકે, બાદમાં તે નીચે આવ્યો હતો અને સેન્સેક્સ 33 પોઈન્ટના વધારા સાથે 74,119 પર બંધ થયો હતો. આ સાથે જ નિફ્ટીમાં પણ 19 પોઈન્ટનો વધારો થયો છે. 22,493ના સ્તરે બંધ રહ્યો હતો.
[ad_2]
Source link
Leave a Reply