[ad_1]
- BSE સેન્સેક્સમાં 0.28%નો ઘટાડો
- NSE નિફ્ટીમાં 0.22%નો ઘટાડો
- આજે માર્કેટ ઘટાડા સાથે થયું બંધ
મંગળવારનું ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે નિરાશાજનક રહ્યું છે. આજના કારોબારમાં સૌથી મોટો ઘટાડો IT અને FMCG શેરોમાં જોવા મળ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 204 પોઈન્ટ ઘટીને 73,668 પર તો નિફ્ટી 49 પોઈન્ટ ઘટીને 22,356 સપાટીએ બંધ થયો હતો.
રોકાણકારોને નુકસાન
આજના વેપારમાં ઘટાડાને કારણે ભારતીય શેરબજારની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે. BSE પર લિસ્ટેડ શેરોનું બજાર મૂલ્ય ઘટીને રૂ. 393.17 લાખ કરોડ થયું છે જે ગયા સત્રમાં રૂ. 393.75 લાખ કરોડ હતું. આજના સત્રમાં માર્કેટ વેલ્યુએશનમાં રૂ. 58000 કરોડનો ઘટાડો થયો છે.
ટાટા મોટર્સના શેરમાં ઉછાળો
ટાટા મોટર્સના ડિમર્જરને વૈશ્વિક બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીનો ટેકો મળ્યો છે. મોર્ગન સ્ટેનલીએ ટાટા મોટર્સ પર ઓવરવેઇટ કોલ આપ્યો છે. બ્રોકરેજ ફર્મે ટાટા મોટર્સના શેરમાં સારા ઉછાળાની આગાહી કરી છે. ટાટા મોટર્સે સોમવારે જાહેરાત કરી હતી કે તે તેના કોમર્શિયલ વ્હીકલ અને પેસેન્જર વ્હીકલ બિઝનેસને બે અલગ-અલગ કંપનીઓ હેઠળ ચલાવશે.
મંગળવારે બપોરે ઓટોમોબાઈલ ક્ષેત્રની દિગ્ગજ કંપની ટાટા મોટર્સના શેર રૂ. 1029.40 પર ટ્રેડ થઈ રહ્યા હતાજે મોર્ગન સ્ટેનલીના અંદાજ કરતાં વધુ હતા. અગાઉના સત્રની સરખામણીમાં લગભગ 4.34 ટકાનો વધારો થયો છે. મોર્ગન સ્ટેન્લીનું માનવું છે કે કંપનીની બ્રિટિશ સંલગ્ન જગુઆર લેન્ડ રોવર અને સ્થાનિક પેસેન્જર વ્હીકલ બિઝનેસ પણ ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં સારો બિઝનેસ કરશે.
[ad_2]
Source link
Leave a Reply