MIમાં વાપસી કરતા ભાવુક થયો હાર્દિક પંડ્યા, લખી ઇમોશનલ પોસ્ટ

[ad_1]

  • મુંબઈ ઈન્ડિયન્સમાં ઘરે પરત ફરતા હાર્દિક પંડ્યા ભાવુક થઈ ગયો
  • સોશિયલ મીડિયા પર ઈમોશનલ પોસ્ટ શેર કરી
  • IPL 2024માં હાર્દિક મુંબઈની કેપ્ટનશીપ કરતો જોવા મળશે

હાર્દિક પંડ્યા બે વર્ષ સુધી IPLમાં ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશીપ કર્યા બાદ સ્વદેશ પરત ફર્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે ફરી હાર્દિકને ટ્રેડ કરીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. મુંબઈ પરત ફરવાની સાથે હાર્દિક આ સિઝનમાં ટીમની કમાન સંભાળતો પણ જોવા મળશે. બે વર્ષ બાદ મુંબઈ કેમ્પમાં પહોંચેલો હાર્દિક ઘણો જ ભાવુક જોવા મળ્યો હતો. સ્ટાર ઓલરાઉન્ડરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ઈમોશનલ પોસ્ટ પણ લખી છે.

હાર્દિક ભાવુક થયો

હાર્દિક પંડ્યાએ તેના X એકાઉન્ટ પર એક વીડિયો અને બે તસવીરો શેર કરી છે. વીડિયોમાં મુંબઈ ઈન્ડિયન્સનો નવો કેપ્ટન લસિથ મલિંગાને ગળે લગાવતો જોવા મળે છે. મલિંગાને મળ્યા બાદ હાર્દિકના ચહેરા પર એક અલગ જ ખુશી જોવા મળી રહી છે અને બંને ઘણી વખત એકબીજાને ગળે લગાવતા જોવા મળે છે. આ પછી હાર્દિક મુંબઈ ટીમના બાકીના કોચિંગ સ્ટાફને પણ એક પછી એક મળતો જોવા મળે છે.

જ્યારે બે તસવીરોમાં હાર્દિક બેટિંગ, બોલિંગ અને કેચિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળે છે. પોસ્ટ શેર કરતા હાર્દિકે લખ્યું, “પહેલો દિવસ. ઘણી બધી લાગણીઓ અને ઘણી બધી યાદો. જૂના મિત્રોને જોઈને અને તે સારા દિવસોને ફરી જીવવા માટે. આ ટીમ સાથે જે આવવાનું છે તે માટે ઉત્સાહિત છું.”

હાર્દિક મુંબઈની કમાન સંભાળશે

IPL 2024માં હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સની આગેવાની કરતો જોવા મળશે. ઇન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝન માટે હાર્દિકને તેના કેપ્ટન તરીકે નિયુક્ત કરીને મિની ઓક્શન પહેલા મુંબઈની ટીમે બધાને ચોંકાવી દીધા હતા. આ સિઝનમાં રોહિત શર્મા હાર્દિકની કપ્તાનીમાં રમતા જોવા મળશે. IPL 2024ની પ્રથમ મેચમાં મુંબઈનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થવાનો છે.



[ad_2]

Source link

Categories:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *