માર્કેટમાં સતત બીજા દિવસે ઘટાડો, સેન્સેક્સ 191 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો

[ad_1]

  • NSEના નિફ્ટીમાં 0.078%નો ઘટાડો
  • BSEના સેન્સેક્સમાં 0.13%નો ઘટાડો
  • સેન્સેકસ 191 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો

શેરબજારમાં આજે એટલે કે 14મી માર્ચે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 191 પોઈન્ટના ઘટાડા સાથે 72,570 પર ખુલ્યો હતો. નિફ્ટીમાં પણ 15 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. તે 21,982ના સ્તરે ખુલ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સના 30 શેરોમાંથી 18માં ઘટાડો અને 12માં વધારો જોવા મળ્યો હતો.

આ શેર સૌથી વધુ તૂટ્યા હતા

આ ઘટાડો બજારમાં ચારે બાજુ જોવા મળ્યો હતો. ભારે વેચવાલી દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી જેવા મોટા સૂચકાંકોમાં દોઢ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે નાના શેરોના સૂચકાંકોમાં 6 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. સ્મોલ કેપ ઇન્ડેક્સ 5 ટકા, મિડ કેપ ઇન્ડેક્સ 4 ટકા અને એસએમઇ ઇન્ડેક્સ 6 ટકા ઘટ્યો હતો.

સ્ટોક્સની સ્થિતિ

બજાર ખુલતી વખતે લગભગ 728 શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે 1752 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. 106 શેરમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. નિફ્ટી 50માં ITC, ICICI બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, બજાજ ફાઇનાન્સ અને સિપ્લા ટોચ પર હતા. જ્યારે નિફ્ટી 50માં પાવર ગ્રીસ કોર્પ, કોલ ઈન્ડિયા, અદાણી એન્ટરપ્રાઈઝીસ, એનટીપીસી અને અદાણી પોર્ટ્સ એન્ડ SEZ મુખ્ય ઘટ્યા હતા.

ગઈકાલે ભારે ઘટાડો જોવા મળ્યો હતો

એક દિવસ પહેલા બુધવારે બજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. આ સપ્તાહની શરૂઆતથી સ્થાનિક શેરબજારમાં દબાણ છે. બુધવારે, સપ્તાહના ત્રીજા દિવસે, સેન્સેક્સ 906.07 પોઈન્ટ (1.23 ટકા) ઘટીને 72,761.89 પોઈન્ટ પર બંધ થયો હતો.

[ad_2]

Source link

Categories:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *