[ad_1]
- વૈશ્વિક બજારના સારા સંકેતોથી શેરબજારમાં સતત તેજી
- સેન્સેક્સ 73,903ના સ્તર પર ખુલ્યો
- નિફ્ટી 22,403 પર ખુલવામાં સફળ
વૈશ્વિક બજારના સારા સંકેતો અને સારા સ્થાનિક ડેટાના આધારે ભારતીય શેરબજારમાં સતત તેજી જોવા મળી રહી છે. નવા સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસની શરૂઆત મામૂલી વધારા સાથે થઈ છે.
કેવું રહ્યું માર્કેટ ઓપનિંગ?
BSE સેન્સેક્સ 96.95 પોઈન્ટ અથવા 0.13 ટકાના વધારા સાથે 73,903ના સ્તર પર ખુલ્યો હતો. NSEનો નિફ્ટી 25.10 પોઈન્ટ અથવા 0.11 ટકાના વધારા સાથે 22,403 પર ખુલવામાં સફળ રહ્યો છે.
Paytmના શેરમાં 1.50%થી વધુનો ઘટાડો થયો છે. અગાઉ શનિવારે એટલે કે 2 માર્ચે સેન્સેક્સે 73,994ની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી હતી અને નિફ્ટીએ 22,419ની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી હતી.
RK સ્વામી લિમિટેડનો IPO આજથી ખુલશે
RK સ્વામી લિમિટેડનો IPO આજથી એટલે કે 4 માર્ચથી છૂટક રોકાણકારો માટે ખુલી રહ્યો છે. રિટેલ રોકાણકારો આ IPOમાં 6 માર્ચ સુધી બિડ કરી શકશે. કંપનીના શેર નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર 12 માર્ચે લિસ્ટ થશે.
[ad_2]
Source link
Leave a Reply