[ad_1]
- આજે સમગ્ર દેશમાં મહાશિવરાત્રિનું પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે
- મોટાભાગના લોકોને બેંકની રજાઓને લઈ મૂંઝવણ છે
- ભારતીય રિઝર્વ બેંકે ગ્રાહકોની સુવિધા માટે રજાની યાદી પ્રસિદ્ધ કરી છે
આજે સમગ્ર દેશમાં મહાશિવરાત્રિનું પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે. પરંતુ મોટાભાગના લોકોને બેંકની રજાઓને લઈ મૂંઝવણ છે. કારણ કે, દેશના મોટાભાગના રાજ્યોમાં આરબીઆઈએ મહાશિવરાત્રી પર રજા જાહેર કરી છે. જો તમારે બેંકને લઈ કોઈ કામ હોય તો રજાનું લિસ્ટ જોઈને પ્લાન કરજો. નહિતર મુશ્કેલીમાં ફસાઈ જશો. ભારતીય રિઝર્વ બેંકે ગ્રાહકોની સુવિધા માટે પહેલાથી લોકલ તહેવારો, જયંતી વગેરેને જોતા બેંક રજાની યાદી પ્રસિદ્ધ કરી છે. જેથી તેઓને કોઈ મુશ્કેલીનો સામનો કરવાનો સામનો ન પડે.
મહાશિવરાત્રિ નિમિત્તે અહીં રજાઓ રહેશે
તમને જણાવી દઈએ કે મહાશિવરાત્રીએ દેશના લોકોની આસ્થાનો તહેવાર છે. જેથી ઘણા રાજ્યોમાં બેંક સંબંધિત રજાઓ પહેલાથી જાહેર કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આગામી બે દિવસ પણ બેંક બંધ રહેશે. કારણ કે વીકલી બીજો શનિવાર અને રવિવાર નવ અને 10 માર્ચે રજા છે. જેથી સતત ત્રણ દિવસ બેંકમાં રજા રહેશે. આજે જે શહેરોમાં બેંકોની રજા છે એમાં અમદાવાદ, બેંગલુરુ, ચંડીગઢ, દહેરાદૂન, કોચ્ચિ, લખનઉ, મુંબઈ, ભોપાલ, હૈદરાબાદ, કાનપુર, જમ્મુ, નાગપુર, શ્રીનગર અને ત્રિવેન્દ્રમનું નામ સામેલ છે.
માર્ચ-2024માં આટલા દિવસ બેંક બંધ રહેશે
09 માર્ચ-2024માં બીજો શનિવારને લીધે સમગ્ર દેશની બેંકોમાં રજા
10 માર્ચ-2024 રવિવારને લીઘે બંધ રહેશે
17 માર્ચ-2024 બિહાર દિવસને લીધે પટણામાં બેંકોમાં રજા
22 માર્ચ-2024 ચોથો શનિવારને લીધે બેંક બંધ રહેશે
24 માર્ચ-2024 રવિવારને લીધે સમગ્ર દેશમાં બેંકોમાં રજા
25 માર્ચ-2024 હોળીના તહેવારને લીધે બેંગલુરુ, ચેન્નઈ, ઈન્ફાલ, શ્રીનગર, ભુવનેશ્વર, ત્રિવેન્દ્રમને છોડી સમગ્ર દેશમાં બેંકમાં રજા
26 માર્ચ-2024- હોળી-ધૂળેટી, યા યાઓસાંગ ડે નિમિત્તે ભોપાલ, ઈન્ફાલ, પટણામાં બેંક બંધ રહેશે
27 માર્ચ-2024 હોળીને લીધે પટણામાં બેંકોમાં રજા
29 માર્ચ-2024 ગુડ ફ્રાયડેને લીધે જયપુર, જમ્મુ, શિમલા, શ્રીનગર, ગુવાહાટી, અગરતલાને છોડી સમગ્ર દેશમાં બેંક બંધ રહેશે
[ad_2]
Source link
Leave a Reply