Redmi Note 13: લોકો સસ્તા સ્માર્ટફોન ખરીદવા ઉમટી પડ્યા, 1000 કરોડનું વેચાણ થયું

[ad_1]

Redmi Note 13 એ વેચાણના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. કંપનીના જણાવ્યા અનુસાર તેણે અત્યાર સુધીમાં 1000 કરોડ રૂપિયાની કમાણી કરી છે. Redmi Note 13 5G, Redmi Note 13 Pro 5G, અને Redmi Note 13 Pro+ 5G સિરીઝ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં લૉન્ચ કરવામાં આવી હતી. ભારતમાં તેનું વેચાણ 10 જાન્યુઆરીથી શરૂ થયું હતું. કંપનીએ તેની કમાણી વિશે પણ પોસ્ટ કર્યું છે.

Redmi Note 13 5G, Note 13 Pro 5G અને Note 13 Pro+ 5G ની કિંમત

Redmi Note 13 5G ના 6GB + 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 17,999 રૂપિયા છે. 8GB + 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 19,999 રૂપિયા છે અને 12GB + 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 21,999 રૂપિયા છે.

આ પણ વાંચો: Infinix Smart 8 HD: iPhone જેવી મેજિક રિંગ ફીચર, 13MP ડ્યુઅલ કેમેરા, જાણો આ સસ્તા સ્માર્ટફોનના ફીચર્સ

આ સ્માર્ટફોન આર્ક્ટિક વ્હાઇટ, પ્રિઝમ ગોલ્ડ અને સ્ટીલ્થ બ્લેક કલરમાં ઉપલબ્ધ હશે. Redmi Note 13 Pro 5G ના 8GB + 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 25,999 રૂપિયા છે, 8GB + 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 27,999 રૂપિયા છે અને 12GB + 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 29,999 રૂપિયા છે.

શું છે ફિચર્સઃ Redmi Note 13 Proના ફિચર્સ વિશે વાત કરીએ તો, આ ફોન 6.67 ઇંચ 1.5K AMOLED ડિસ્પ્લે સાથે પણ આવે છે, જે 120Hz રિફ્રેશ રેટ અને 1800 nits સુધીની પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. આ ફોનમાં Qualcomm Snapdragon 7s Gen 2 પ્રોસેસર, 12GB LPDDR4x રેમ, 256GB સુધી સ્ટોરેજ, 5,100mAh બેટરી, 67W ફાસ્ટ ચાર્જિંગ ફીચર પણ છે.

આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 13 ઓપરેટિંગ સિસ્ટમ, IP54 રેટિંગ, ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સરને પણ સપોર્ટ કરે છે. ફોનના પાછળના ભાગમાં ટ્રિપલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે, જેમાં 200MP મુખ્ય OIS કેમેરા, 8MP અલ્ટ્રા-વાઇડ અને 2MP મેક્રો કેમેરાનો સમાવેશ થાય છે. આ સ્માર્ટફોન 16MP સેલ્ફી કેમેરા સાથે પણ આવે છે.



[ad_2]

Source link

Categories:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *