[ad_1]
- એમજીએલએ સીએનજીની કીંમતોમાં અઢી રૂપિયાનો ઘટાડો કર્યો
- મુંબઈમાં સીએનજી ગૅસના ભાવમાં ઘટાડો થયો
-
લોકસભા ચૂંટણી પહેલા મુંબઈવાસીઓને ભેટ મળી
માયાનગરી મુંબઈમાં સીએનજી ગૅસના ભાવ ઘટી ગયા છે. લોકસભા ચૂંટણી અગાઉ મુંબઈવાસીઓને આ મોટી ભેટ મળી ગઈ છે. મુંબઈમાં સીએનજી ગૅસની કીંમતોમાં અઢી રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી ઘટયા છે. જાહેર ક્ષેત્રની મહાનગર ગૅસ લિમિટેડે સીએનજીની નવી કીંમતો બુધવાર રાતથી લાગુ કરી દીધા છે.
2.5 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સીએનજી સસ્તો થયો
મળતી માહિતી અનુસાર મહાનગર ગૅસ લિમિટેડે સીએનજીની કીંમતોમાં ઘટાડો કરતા લોકોને મોટી રાહત આપી છે. રાજ્ય સંચાલિત એમજીએલની તરફથી સીએનજીના ભાવમાં અઢી રૂપિયા ઘટાડયા પછી હવે આના ભાવ ઘટીને 73.50 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયા છે. આ ઘટાડા અગાઉ અત્યાર સુધી મુંબઈ અને આની આસપાસના વિસ્તારોમાં સીએનજીના ભાવ 76 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતા.
આ કારણથી સીએનજીના ભાવ ઘટયા
એમજીએલએ બુધવારે મોડીરાતે એક નિવેદન પ્રસિદ્ધ કરી આ મુદ્દે જાણકારી શેર કરી છે. કંપની તરફથી કહેવામાં આવ્યું કે સીએનજીની કીંમતોમાં ઘટાડો કરવાનો આ નિર્ણય ઈનપુટ ખર્ચમાં ઘટાડાનું પરિણામ છે. કંપની અનુસાર એમજીએલ હંમેશા એક ગ્રાહક અનુકૂળ કંપની રહી છે. જે નેચરલ ગૅસના વપરાશને પ્રોત્સાહ આપવા સતત અને તાત્કાલિક પોતાના ગ્રાહકોને ગૅસના ખર્ચમાં ઘટાડો કરી રહી છે.
[ad_2]
Source link
Leave a Reply