સરકારી કર્મચારીઓને આજે મળી શકે છે ભેટ,કેબિનેટ બેઠક બાદ વધી શકે DA

[ad_1]

  • કેન્દ્ર સરકારના વર્તમાન કાર્યકાળની છેલ્લી કેબિનેટ બેઠક મળશે
  • દર વર્ષે સરકારી તિજોરી પર દર વર્ષે 12,857 કરોડ રૂપિયાનો ખર્ચ પડશે
  • કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ ડીએમાં વધારાની જાહેરાતની વાટ જોઈ રહ્યા છે

આજે કેન્દ્રીય કેબિનેટની મિટિંગમાં દેશના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને મોટી ભેટ મળી શકે છે. કેન્દ્રની મોદી સરકાર સરકારી કર્મચારીઓને ડીએ ચાર ટકા વધારવાનો નિર્ણય લઈ શકે છે અને ત્યારબાદ તેઓનું ડીએ વધીને 50 ટકા થઈ જશે. જો સરકાર મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત બંને વધારશે તો આનાથી કેન્દ્રીય સરકારી તિજોરી પર દર વર્ષે 12,857 કરોડ રૂપિયાનો ખર્ચ પડશે. આનાથી આશરે 48.67 લાખ કેન્દ્રના સરકારી કર્મચારીઓ અને 67.95 લાખ પેન્શનર્સને ફાયદો મળશે.

કેન્દ્ર સરકારના વર્તમાન કાર્યકાળની કદાચ છેલ્લી કેબિનેટ બેઠક

કેન્દ્રની હાલની સરકારની આ કેબિનેટ કદાચ છેલ્લી હોઈ શકે છે. કારણ કે, આગામી અઠવાડિયે ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દેશે. જેથી ચૂંટણીની આચાર સંહિતા લાગૂ થઈ જશે. જેથી કેન્દ્ર સરકાર માટે આ નિર્ણય લેવો શક્ય નહીં થાય.

છેલ્લે કયારે વધ્યું હતું સરકારી કર્મચારીઓની ડીએ

કેન્દ્ર સરકારે ગત વર્ષે 18 જુલાઈએ કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરી આને 42 ટકાથી વધારીને 46 ટકા કર્યું હતું. સરકારના આ નિર્ણયથી 47 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનર્સને ફાયદો મળ્યો હતો. જો આજે ચાર ટકા વધારી ડીએમાં કરી દેવામાં આવે તો સરકારી કર્મચારી 50 ટકા મોંઘવારી ભથ્થાના હકદાર થઈ જશે.

50 ટકા થશે મોંઘવારી ભથ્થું

કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ પોતાના ડીએમાં આગામી વધારાની જાહેરાતની વાટ જોઈ રહ્યા છે. ડીએ અથવા ડિયરનેસ અલાઉન્સ (મોંઘવારી ભથ્થું) કેન્દ્ર સરકારના એપ્લોઈઝની સેલરીનું એક કોમ્પોનેન્ટ છે, જેનું લક્ષ્ય દેશમં મોંઘવારીની અસરને ઓછી કરવાનો છે. સરકારના શ્રમ મંત્રાલયના લેબર બ્યૂરો ઈન્ડસ્ટ્રીયલ વર્ક્સ માટે કંઝમ્યૂર પ્રાઈઝ ઈન્ડેક્સ પર આધારિત ડેટા બેસ પર આ વખતે મોંઘવારી ભથ્થું વધારીને 50 ટકા કરવાની ભલામણ કરી શકે છે. સરકારી કર્મચારીઓ આની આશા કરીને બેઠા છે. સાંજે 4.30 વાગ્યા બાદ કેન્દ્રીય મંત્રી મંડળની બેઠક પછી નિર્ણયની પ્રતીક્ષા છે.

[ad_2]

Source link

Categories:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *