[ad_1]
- ભારત જાપાન પાસેથી E-5 સિરીઝની છ બુલેટ ટ્રેન ખરીદશે
- આ ડીલથી ગુજરાતમાં 2026 સુધીમાં પ્રથમ બુલેટ ટ્રેન શરૂ થવાની સંભાવના વધશે
- બુલેટ ટ્રેન માટે ગુજરાતમાં 48 ટકા, મહારાષ્ટ્રમાં 22 ટકા કામ પૂર્ણ થયું
ભારત જાપાન પાસેથી E-5 સિરીઝની છ બુલેટ ટ્રેન ખરીદશે. બંને દેશો વચ્ચેની ડીલ આ મહિનાના અંત સુધીમાં ફાઈનલ થઈ જવાની આશા છે. આ ડીલથી ગુજરાતમાં 2026 સુધીમાં પ્રથમ બુલેટ ટ્રેન શરૂ થવાની સંભાવના વધી જશે. સૂત્રોએ જણાવ્યું કે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) આ વર્ષે 15 ઓગસ્ટ સુધીમાં ટ્રેન અને ઓપરેટિંગ સિસ્ટમની ખરીદી માટે બિડ કરશે.
મળતી માહિતી મુજબ અમદાવાદ અને મુંબઈ વચ્ચે 508 કિલોમીટર લાંબા બુલેટ ટ્રેન કોરિડોરમાં મર્યાદિત સ્ટોપ અને ઓલ સ્ટોપ જેવી સેવાઓ હશે. મર્યાદિત સ્ટોપ ધરાવતી ટ્રેનો માત્ર બે કલાકમાં મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું અંતર કાપશે. જ્યારે, તમામ સ્ટોપ સેવા લગભગ 2 કલાક 45 મિનિટ લેશે.
ગુજરાતમાં સાત બ્રિજ તૈયાર
અધિકારીઓએ જણાવ્યું કે જાન્યુઆરી સુધીમાં પ્રોજેક્ટનું કુલ 40 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. ગુજરાતમાં લગભગ 48 ટકા કામ આગળ વધ્યું છે, જ્યારે મહારાષ્ટ્રમાં માત્ર 22 ટકા કામ થયું છે. તેમણે કહ્યું કે છેલ્લા એક વર્ષમાં પ્રોજેક્ટમાં 100 કિમીથી વધુ વાયડક્ટ્સ (ખાસ પ્રકારના પુલ) બનાવવામાં આવ્યા છે. અધિકારીએ જણાવ્યું કે છેલ્લા એક વર્ષમાં અલગ-અલગ નદીઓ પર છ પુલ બનાવવામાં આવ્યા છે. આ સાથે જ ગુજરાતમાં બનનારા 20 બ્રિજમાંથી સાતનું કામ પૂર્ણ થઈ ગયું છે.
અગાઉની સરકારમાં કામ ધીમી પડ્યું હતું
આ અંગે રેલવે મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે તાજેતરના મહિનાઓમાં મહારાષ્ટ્રમાં ચાલી રહેલા કામમાં ઘણી પ્રગતિ થઈ છે. વહીવટીતંત્રે તમામ જિલ્લા કલેક્ટરને આ મહિનાના અંત સુધીમાં જમીન સોંપવાનું કામ પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે. એક સૂત્રએ કહ્યું, “મહારાષ્ટ્રની અગાઉની સરકારને કારણે અમારો ઘણો સમય વેડફાયો છે. તેની ભરપાઈ કરવા માટે, અમે હવે ઝડપથી કામ કરવા માંગીએ છીએ.”
તાજેતરમાં જ કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ધીમી ગતિ માટે મહારાષ્ટ્રની તત્કાલીન ઉદ્ધવ ઠાકરે સરકારને જવાબદાર ગણાવી હતી. રેલવે મંત્રીએ કહ્યું કે જો રાજ્ય સરકારે મંજૂરી આપવામાં વિલંબ ન કર્યો હોત તો અત્યાર સુધીમાં તેનું કામ નોંધપાત્ર રીતે વધી ગયું હોત.
[ad_2]
Source link
Leave a Reply