Market: સેન્સેક્સ 33 પોઈન્ટના વધારા સાથે માર્કેટમાં ફલેટ કારોબાર

[ad_1]

  • NSEના નિફ્ટીમાં 0.087%નો વધારો
  • BSEના સેન્સેક્સમાં 0.045%નો વધારો
  • સેન્સેકસ 33 પોઈન્ટના વધારા સાથે બંધ

શેરબજારે આજે સાતમી માર્ચે નવી ઓલટાઈમ હાઈ સપાટી બનાવી છે. કારોબાર દરમિયાન સેન્સેક્સ 74,245 અને નિફ્ટટીએ 22,525નું લેવલ ટચ કર્યું હતું. આ અગાઉ ગઈકાલે પણ શેરબજારે ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવી હતી. જો કે, પછીથી માર્કેટ નીચે આવીને સેન્સેક્સ 33 પોઈન્ટની તેજી સાથે 74,119ના સ્તરે બંધ થયું હતું.

જ્યારે નિફ્ટીમાં પણ 19 પોઈન્ટની તેજી જોવા મળી હતી. જે 22,498ના સ્તરે બંધ થઈ હતી. નિફ્ટી મીડિયા અને મેટલના શેર્સમાં સૌથી તેજી જોવા મળી હતી. નિફ્ટી મીડિયામાં 2.55 ટકા અને નિફ્ટી મેટલમાં 1.30 ટકાની તેજી રહી હતી. જ્યારે નિફ્ટી ઓઈલ એન્ડ ગૅસ સેક્ટરમાં સૌથી વધુ 1.16 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. આવતીકાલે મહાશિવરાત્રિ હોવાથી માર્કેટમાં કારોબાર બંધ રહેશે.

સેકટરની સ્થિતિ

આજના કારોબારમાં એફએમસીજી, આઈટી, પીએલયુ બેન્ક, ફાર્મા, મેટલ, મીડિયા, કોમોડિટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર સેક્ટરના શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે બેન્કિંગ, ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, રિયલ એસ્ટેટ અને ઈન્ફ્રા શેરો ઘટીને બંધ રહ્યા હતા. બુધવારના ઘટાડા બાદ આજના સેશનમાં મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. સેન્સેક્સના 30 શેરોમાંથી 20 શેર ઉછાળા સાથે અને 10 નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50 શૅરમાંથી 30 શૅર ઉછાળા સાથે અને 20 શૅર ઘટાડાની સાથે બંધ થયા હતા.

ગઈકાલે માર્કેટ ઓલટાઈમ હાઈ સપાટીએ બંધ રહ્યું હતું

આની પહેલા ગઈકાલે એટલે કે છઠ્ઠી માર્ચે શેરબજારે નવી ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવી હતી. સેન્સેક્સ 74,151ની અને નિફ્ટીએ 22,497ની ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવી હતી. ત્યારબાદ સેન્સેક્સ 408 પોઈન્ટની તેજી સાથે 74,085ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 117 અંકની તેજી રહી હતી. જે 22,474ના સ્તરે બંધ થઈ હતી

[ad_2]

Source link

Categories:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *