[ad_1]
- હોળી પહેલા મુંબઈમાં પગાર વધારાના કરાર પર હસ્તાક્ષર કરી ભેટ આપી
- IBA અને બેંક યુનિયોમાં કરાર પર સહીઓ લેવામાં આવી
- આચારસંહિતા પહેલા કર્મચારીઓને લાભની જાહેરાત
દેશના 8.50 લાખ બેંક કર્મચારીઓના પગારમાં વધારા પર મહોર લાગી ગઈ છે. IBA અને બેંક યુનિયનો લઈને કરાર થયા છે અને લાંબા સમય સુધી ચાલતી પ્રતીક્ષા હવે પૂર્ણ થઈ છે. આઈબીએના ચેરમેન એ.કે.ગોયલે જાહેરાત કરતા કહ્યું કે 17 ટકા પગાર વધારાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત આગામી સમીક્ષા નવેમ્બર-2027માં ડ્યૂ થશે. જો કે બેંક કર્મચારીઓના પાંચ દિવસ વર્કિંગની ભેટ નથી મળી શકી.
આને લઈ મોટી જાણકારી સામે આવે તે પહેલા ઓલ ઈન્ડિયા બેંક એમ્પલોયઝ એસોસિએશન એટલે કે AIBEAના જનરલ સેક્રેટરીએ જાહેરાત સોશિયલ મીડિયા એક્સના માધ્યમથી કરી નાખી હતી.જેમાં બેંકર્સ માટે ખુશખબરીના સંકેત આપી દીધા હતા.
11 માર્ચે ચેન્નઈમાં પગાર વધારાના ફાઈનલ સેટલમેન્ટ પર હસ્તાક્ષર કરવા આમંત્રણ આપ્યું હતું. પરંતુ હવે ઈન્ડિયન બેંક એસોસિએશને સેટલમેન્ટ પર સહી કરવાની તારીખને બદલીને આઠ માર્ચ-2024 કરવાની સાથે હસ્તાક્ષર કરવાના સ્થાનને પણ બદલી ચેન્નઈથી મુંબઈ કરી દેવામાં આવ્યું હતું. જેથી આજે આઠ માર્ચે મુંબઈમાં આઈબીએ અને બેંક યુનિયનોના વચ્ચે દ્વીપક્ષભીય બેઠક મળી હતી.
[ad_2]
Source link
Leave a Reply