ભારત સાત વર્ષમાં અપર મિડલ ઈનકમ ધરાવતા દેશ બનશે: CRISIL

[ad_1]

  • ક્રિસિલનું અનુમાન: આગામી વર્ષે દેશ 6.8 ટકાના દરથી જીડીપી વધશે
  • દેશમાં શેરબજાર અને ઝડપથી વિકાસ કાર્યોને લઈ અર્થવ્યવસ્થામાં તેજી નોંધાઈ
  • વર્ષ-2031 સુધી ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બનશે

દેશની અર્થવ્યવસ્થામાં તેજ વિકાસનું વલણ સતત બનેલું છે. એકબાજું વિકાસની ઝડપ અનુમાનોને પાર જઈ હી છે તો બીજીતરફ શેરબજાર નવી ઉંચાઈએ પહોંચી રહ્યું છે. અર્થવ્યવસ્થાના પ્રતિ પોઝિટિવ સંકેતોને જોતા રેટિંગ એજન્સી ક્રિસિલે આગામી નાણાકીય વર્ષમાં ભારતનો જીડીપી દર 6.8 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે. આ ઉપરાંત એજન્સીએ કહ્યું કે દેશ વર્ષ-2031 સુધી સાત ટ્રિલિયન ડોલરની ઈકોનોમીની સાથે એક અપર મિડલ-ઈનકમ ધરાવતો દેશ બની જશે.

 ક્રિસિલ પોતાના ઈન્ડિયા આઉટલૂક રિપોર્ટમાં કહ્યું કે ઘરેલું માળખાકીય સુધારાઓની સાથે વર્ષ-2031 સુધી ભારત ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બનવાની આશા છે. ભારત ગ્રોથની શકયતાઓને યથાવત્ રાખશે ઉપરાંત તેમાં સુધારા પણ કરી શકે છે. રિપોર્ટ પ્રમાણે ચાલુ નાણાકીય વર્ષમાં વિકાસ દર 7.6 ટકા રહેવાની આશા બાદ દેશનો વાસ્તવિક જીડીપી ગ્રોથ નાણાકી. વર્ષ-2024-25માં થોડો મધ્યમ થઈને 6.8 ટકા રહેવાનું અનુમાન છે. ક્રિસિલના અનુસાર, આગામી સાત નાણાકીય વર્ષોમાં દેશની અર્થવ્યવસ્થા જીડીપી ગ્રોથના આંકડા પાર કરી સાત લાખ કરોડ ડોલરની નજીક પહોંચી જશે.

પ્રતિ વ્યકિત 4,500 ડોલર આવક થશે

ક્રિસિલને આશા છે કે નાણાકીય વર્ષ-2030-31 સુધી ભારતીય અર્થવ્યવસ્થાનો આકાર 6.7 કરોડ ડોલર સુધી પહોંચી જશે. તે સમયે દેશની પ્રતિ વ્યકિત આવક વધીને 4,500 અમેરિકી ડોલર સુધી પહોંચી જશે. અને ભારત ઉચ્ચ મધ્યમ આવક ધરાવતા દેશના જૂથમાં સામેલ થઈ જશે. વર્લ્ડ બેંકની પરિભાષા પ્રમાણે ઉચ્ચ મધ્યમ આવક ધરાવતા દેશની શ્રેણીમાં એવા દેશ સામેલ થતા હોય છે જ્યાંની દર વ્યકિતની આવક ચાર હજારથી 12 હજાર અમેરિકી ડોલરની વચ્ચે છે. નિમ્ન-મધ્યમ આવક ધરાવતા દેશ તેઓ ગણાય છે જેની પ્રતિ વ્યકિતની આવક એક હજારથી ચાર હજાર અમેરિકી ડોલર હોય.

ઘરેલું વપરાશ માટે ઉત્તમ

ક્રિસિલના એમડી અને સીએઓના જણાવ્યા પ્રમાણે નાણાકીય વર્ષ-2030-31 સુધી ભારત ત્રીજી મોટી અર્થવ્યવસ્થા અને ઉચ્ચમ મધ્ય આવક ધરાવતો દેશ બની જશે. જે ઘરેલું વપરાશ માટે એક મોટો પોઝિટિવ પક્ષ હશે. ભારત હાલ તો 3.6 લાખ કરોડ ડોલરના જીડીપીની સાથે દુનિયાની પાંચમી મોટી અર્થ વ્યવસ્થા છે. ભારતની આગળ અમેરિકા, ચીન, જાપાન અને જર્મની છે.

[ad_2]

Source link

Categories:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *