[ad_1]
- માણાવદરના પૂર્વ MLA અરવિંદ લાડાણી કેસરિયો કરશે
- 14 માર્ચે અરવિંદ લાડાણી ભાજપમાં જોડાશે
- વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે શક્તિ પ્રદર્શન સાથે ભાજપમાં જોડાશે
ગુજરાતના વધુ એક પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાશે. જેમાં માણાવદરના પૂર્વ MLA અરવિંદ લાડાણી કેસરિયો કરશે. તેમાં 14 માર્ચે અરવિંદ લાડાણી ભાજપમાં જોડાશે. વંથલી માર્કેટિંગ યાર્ડમાં શક્તિ પ્રદર્શન સાથે ભાજપમાં જોડાશે. થોડા સમય અગાઉ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું.
પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ખેસ પહેરાવશે
પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ખેસ પહેરાવશે. ત્યારે કોંગ્રેસ, આપ અને BTPમા મોટાપાયે ફરી ભંગાણ થશે. લોકસભા ચૂંટણી જાહેર થાય તે પહેલા કોબા સ્થિત ભાજપના પ્રદેશ કાર્યલાય શ્રી કમલમે ચાલતા ભરતી મેળામાં તેજી આવી છે. સોમવારે પાલનપુરથી બે ટર્મ કોંગ્રેસના ધારાસભ્ય રહેલા મહેશ પટેલ અને દેડિયાપાડાથી બીટીપીના પૂર્વ ધારાસભ્ય મહેશ છોટુભાઈ વસાવાએ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હાથે કમળછાપ ખેસ પહેરીને ભાજપમાં પ્રવેશ મળેવ્યો હતો.
આમ આદમી પાર્ટી તેમજ બીટીપી પાર્ટીના 2500થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં સામેલ
શ્રી કમલમે કોંગ્રેસ ઉપરાંત ભરૂચ અને નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટી તેમજ બીટીપી પાર્ટીના 2500થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં સામેલ થયા હતા. એટલુ જ નહિ, આ ત્રણેય વિપક્ષી પાર્ટીઓમાંથી ભૂતકાળમાં વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી કરનારા નેતાઓ પણ ભાજપમાં સામેલ થયા છે. ભાજપમાં સૌને આવકારતા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમા દેશ વિકાસ કરી રહ્યા છે ત્યારે અન્ય પાર્ટીના કાર્યકર્તાઓને દેશની પ્રગતીમા સહભાગી થવાની ઇચ્છા થતી હોય છે, તેમના વિસ્તારના લોકો માટે કામ કરવા ભાજપમા જોડાવાની ઇચ્છા થાય છે. હવે રાજકીય પંડિતો પણ માને છે કે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત જીતશે, તે પણ 400 થી વધારે બેઠકોની સાથે. આ બંને પૂર્વ ધારાસભ્યોએ ભાજપની વિકાસની રાજનીતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌના સાથ સૌના વિકાસની નીતિથી આકર્ષાઈમાં ભાજપમા સામેલ થયાનો એક સુર વ્યક્ત કર્યો હતો.
[ad_2]
Source link
Leave a Reply