[ad_1]
- રાજકોટ મનપાના કર્મચારીની ઓળખ આપી છેતરપિંડી
- વેરો નહીં ભરાય તો કારખાનું સીલ કરવા માલિકને ધમકી આપી
- કારખાનેદારની તપાસમાં RMCનો કર્મી નકલી હોવાનું ખૂલ્યું
રાજકોટ મનપાના કર્મચારીની ઓળખ આપી છેતરપિંડી કરવામાં આવી રહી છે. જેમાં વેરા વસૂલાત ખાતાનો કર્મી હોવાનું કહી રૂપિયા 77 હજાર પડાવ્યા છે. તેમજ વેરો નહીં ભરાય તો કારખાનું સીલ કરવા માલિકને ધમકી આપી છે. ત્યારે કારખાનેદારની તપાસમાં RMCનો કર્મી નકલી હોવાનું ખૂલ્યું છે.
મ્યુનિ. કમિશનર આનંદ પટેલની નાગરીકોને અપીલ
મ્યુનિ. કમિશનર આનંદ પટેલની નાગરીકોને અપીલ છે કે વેરા વસૂલાત શાખાની કચેરી જઈ રુબરૂ ટેકસ ભરવો જોઇએ. તેમજ રૂબરૂ અથવા ડિજિટલ મારફતે ટેક્સ ચૂકવવો જોઈએ. મનપાનાં ટેકસ બ્રાન્ચના નામે છેતરપિંડી મામલે મ્યુ કમિશનરે નિવેદન જાહેર કર્યું છે. ટેકસ વિભાગ સિવાય કોઈ વ્યક્તિ સાથે રોકડ વ્યવહાર કરવો નહિ. તેમજ વેરા વસૂલાત શાખાની કચેરી કે ઓફિસ ખાતે જઈને જ રૂબરૂ પૈસા આપવા જોઇએ.
ત્રાહિત વ્યક્તિઓ મારફત ટેકસ રોકડના સ્વરૂપમાં આપવો જોખમી
ત્રાહિત વ્યક્તિઓ મારફત ટેકસ રોકડના સ્વરૂપમાં આપવો જોખમી બની શકે છે. તેમજ નાગરિક સચેત રહીને આ વ્યવહારથી દુર રહે અને ટેકસ ડિજિટલ અને રૂબરૂ ટેકસ ચૂકવે. જે વ્યક્તિ સાથે ફ્રોડ થયો છે તેને લઈને પણ પોલીસ કાર્યવાહી કરવામાં આવે તે માટે અમે કાર્યકરી રહ્યાં છીએ.
[ad_2]
Source link
Leave a Reply