[ad_1]
- કોંગ્રેસના વધુ ઉમેદવારોના નામ આજે જાહેર કરવામાં આવશે
- મલ્લિકાર્જુન ખડગે પ્રેસ કોન્ફરન્સ કરશે
- પ્રથમ 39 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે
દેશના તમામ રાજકીય પક્ષોએ લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ તેજ કરી દીધી છે. જ્યાં એક તરફ ભાજપે પોતાના ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી દીધી છે અને આજે વધુ 150 ઉમેદવારોના નામ જાહેર થવાની સંભાવના છે તો કોંગ્રેસ પાર્ટી પણ આજે જ પોતાના ઉમેદવારોના નામોની બીજી યાદી જાહેર કરી શકે છે. જેમાં રાયબરેલી અને અમેઠીના ઉમેદવારોના નામ સામે આવી શકે છે. તો બીજી યાદીમાં ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયેલા નેતાઓને ટિકિટ મળે તે માટે ચર્ચા ચાલી રહી છે.
આજે કોંગ્રેસ લોકસભા ચૂંટણી 2024 માટે તેના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને સમિતિમાં સામેલ ઘણા નેતાઓ સંબંધિત રાજ્યોના પ્રભારીઓ અને વરિષ્ઠ નેતાઓ સાથે બેઠકમાં હાજર હતા. આ પહેલા શુક્રવારે કોંગ્રેસે તેના 39 ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી હતી. મહત્વનું છે કે, ગઈકાલે સોમવારે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠકમાં ઉત્તરાખંડ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને કેટલાક અન્ય રાજ્યોના ઉમેદવારોના નામ પર ચર્ચા થઈ હતી.
કોંગ્રેસે 39 નામોની પ્રથમ યાદી જાહેર કરી હતી.
કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલ 39 નામોની પ્રથમ યાદીમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓના નામ સામેલ હતા. રાહુલ ગાંધી ફરી એકવાર વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડશે. છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને રાજનાંદગાંવથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, શશિ થરૂરને તિરુવનંતપુરમથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. CECની બેઠકમાં રાજ્યમાં રચાયેલી સ્ક્રીનિંગ કમિટિ દ્વારા મોકલવામાં આવેલા ઉમેદવારોના નામ પર નિર્ણય લેવામાં આવે છે.
[ad_2]
Source link
Leave a Reply