આજથી બોર્ડ પરીક્ષાના CCTV ફૂટેજ ચેક કરાશે, અમદાવાદમાં પાંચ સેન્ટર

[ad_1]

  • અમદાવાદ ગ્રામ્યમાં 2, શહેરમાં 3 સેન્ટર પર ચકાસણી હાથ ધરાશે
  • ધોરણ10 અને 12ની બોર્ડની પરીક્ષાના તમામ કેન્દ્ર CCTVથી સજ્જ કરાયા
  • ફૂટેજમાં ગેરરીતિ જોવા મળશે તો કાર્યવાહી થશે

ધોરણ10 અને 12ની બોર્ડની પરીક્ષાના તમામ કેન્દ્ર CCTVથી સજ્જ કરાયા છે. બોર્ડ દ્વારા તમામ જિલ્લા કક્ષાએ બુધવારથી CCTV ફૂટેજની ચકાસણી શરૂ કરાશે. અમદાવાદની વાત કરવામાં આવે તો શહેર વિસ્તારમાં 3 અને ગ્રામ્યમાં 2 મળી કુલ પાંચ સેન્ટર પર આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. CCTV ફૂટેજની ચકાસણી માટે 80થી વધુ કર્મચારીની ફાળવણી કરવામાં આવી છે. મહત્વનું છે કે, CCTV ફૂટેજની ચકાસણી દરમિયાન પણ કોઈ વિદ્યાર્થી ગેરરીતિ કરતાં ઝડપાશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. જોકે દર વર્ષે પરીક્ષા દરમિયાન જેટલા ગેરરીતિના કેસ સામે આવે છે એના કરતાં વધુ કેસ CCTV ચકાસણી દરમિયાન સામે આવતાં હોવાનું બોર્ડના અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે.

પરીક્ષા દરમિયાન તમામ વર્ગખંડોનું CCTVના માધ્યમથી રેકોર્ડીંગ કરવામાં આવે છે. રેકોર્ડીંગ કર્યા બાદ ફૂટેજની બે સિડી તૈયાર કરીને જિલ્લા કક્ષાએ મોકલી આપવામાં આવે છે. ત્યારબાદ જિલ્લા કક્ષાએ ફૂટેજની ચકાસણી હાથ ધરવામાં આવતી હોય છે. અમદાવાદમાં બોર્ડની પરીક્ષાના ફૂટેજની ચકાસણી બુધવારથી શરૂ કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં 3 સેન્ટરો પર ફૂટેજની ચકાસણી કરવામાં આવશે. જેમાં ધોરણ-10ના ફૂટેજની ચકાસણી ગોતા ખાતે આવેલા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે કરાશે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહના ફૂટેજની ચકાસણી સોલા ખાતે આવેલી નેશનલ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવશે અને સાયન્સની ફૂટેજની ચકાસણી નવરંગપુરાની સંતકબીર હાઈસ્કૂલ ખાતે કરાશે. આ ત્રણેય સેન્ટરો પર 15-15નો સ્ટાફ્ ફળવાયો છે. અમદાવાદ ગ્રામ્યમાં પણ 2 સેન્ટરો પર CCTVના ફૂટેજની ચકાસણી કરવામાં આવશે. ધોરણ-10ના ફૂટેજની ચકાસણી જીવરાજપાર્ક ખાતે આવેલી ગંગોત્રી સ્કૂલ ખાતે, જ્યારે ધોરણ-12ના ફૂટેજની ચકાસણી રાણીપ ખાતે આવેલી કે.આ. રાવલ સ્કૂલ ખાતે કરવામાં આવશે. ધોરણ-10ના ફૂટેજની ચકાસણી માટે 19નો સ્ટાફ્ ફળવવામાં આવ્યો છે. જ્યારે ધોરણ-12ના ફૂટેજની ચકાસણી માટે 18નો સ્ટાફ્ ફળવવામાં આવ્યો છે.

[ad_2]

Source link

Categories:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *