[ad_1]
- અમરોલીના શિક્ષિકા માતા સાથે પુત્ર પરીક્ષા આપશે
- ઈન્ટરનેશનલ સ્કૂલના મદદનીશ શિક્ષિકા છે દીપિકા પટેલ
- અભ્યાસ માટે ઉંમરની કોઈ મર્યાદા નથી : દીપિકા
સુરતમાં માતા-પુત્ર બન્ને ધોરણ 12ની પરીક્ષા આપશે. જેમાં અમરોલીના શિક્ષિકા માતા સાથે પુત્ર પરીક્ષા આપશે. દિપિકા પટેલ ઈન્ટરનેશનલ સ્કૂલના મદદનીશ શિક્ષિકા છે. જેમાં માતા દિપિકા પટેલે જણાવ્યું છે કે અભ્યાસ માટે ઉંમરની કોઈ મર્યાદા નથી.
દિપિકાબેન 22 વર્ષ પછી પરીક્ષા આપશે
દિપિકાબેન 22 વર્ષ પછી પરીક્ષા આપશે. ત્યારે તેમણે જણાવ્યું છે કે તમે ઇચ્છો ત્યાં સુધી તમારે અભ્યાસ કરવો જોઈએ. પુત્રને બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા જોયો અને વિચાર આવ્યો હતો. ધોરણ- 12ની બોર્ડની પરીક્ષા આપવાનું મન થયું હતું. અભ્યાસ માટે ઉંમરની કોઈ મર્યાદા નથી ,તમે ઇચ્છો ત્યાં સુધી તમારે અભ્યાસ કરવો જોઈએ. અમરોલી સ્થિત વિજય સોસાયટીમાં પરિવાર રહે છે.
વિદ્યાર્થીઓના મનમાં પરીક્ષાને લઈને બિનજરૂરી ડર ન ભરો
ઘણી વખત બાળક અને માતા-પિતા બંને ખૂબ જ અભિવ્યક્ત નથી હોતા પરંતુ આનાથી જોડાણ અને આ બંધન ઘટતું નથી. આ કારણોસર, બોર્ડની પરીક્ષા પહેલા, દરમિયાન અને પછી માતાપિતાની ભૂમિકા મહત્વપૂર્ણ બની જાય છે. વિદ્યાર્થીઓના મનમાં પરીક્ષાને લઈને બિનજરૂરી ડર ન ભરો અને પરીક્ષાને હાઉ ન બનાવો. તેને કહો કે તે અન્ય કોઈ ક્ષેત્રમાં વધુ સારું કરી શકે છે. તેનો આધાર બનો, તેને સકારાત્મક વાતાવરણ આપો. જે બાળક પરીક્ષામાં આપમેળે સારું પ્રદર્શન કરવાનું શરૂ કરશે.
[ad_2]
Source link
Leave a Reply