[ad_1]
- અર્જુન તેંડુલકર ટીમના ટ્રેનિંગ સેશન દરમિયાન પરસેવો પાડતો જોવા મળ્યો
- ઈશાન અર્જુનનો એક પણ બોલ રમી શક્યો ન હતો
- અર્જુને નેટ સેશનમાં ખતરનાક યોર્કર નાખ્યા હતા
IPL 2024 શરૂ થવામાં લગભગ 10 દિવસ બાકી છે. તે પહેલા તમામ ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે પણ તૈયારી કરી લીધી છે અને ટીમનો નવો કેપ્ટન હાર્દિક પંડ્યા પણ ફ્રેન્ચાઈઝી સાથે જોડાઈ ગયો છે. આ દરમિયાન અર્જુન તેંડુલકર પણ ટીમના ટ્રેનિંગ સેશન દરમિયાન પરસેવો પાડતો જોવા મળ્યો હતો. તેણે નેટ સેશનમાં ખતરનાક યોર્કર નાખ્યા હતા. ત્યાં જ તેની સામે ઈશાન કિશન હતો. ઈશાન અર્જુનનો એક પણ બોલ રમી શક્યો ન હતો અને એક-બે વાર તેણે અર્જુનનો અંગૂઠો તોડ યોર્કરની સામે પડી ગયો હતો.
મુંબઈ ઈન્ડિયન્સે શેર કર્યો વીડિયો
મુંબઈ ઈન્ડિયન્સે આ વીડિયો પોતાના ઓફિશિયલ એક્સ હેન્ડલ પર શેર કર્યો છે. આ વીડિયોમાં અર્જુન તેંડુલકર બોલિંગ કરતો અને ડાબોડી બેટ્સમેન ઈશાન કિશન બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે. અર્જુનના ખતરનાક યોર્કર બોલનો ઈશાન પાસે કોઈ જવાબ નહોતો. લોકોએ આ વીડિયો પર ઘણી ફની કોમેન્ટ કરી અને ઈશાનને એન્જોય કરવા લાગ્યા. આ પહેલા ઈશાને ટીમ ઈન્ડિયામાંથી બ્રેક લીધો હતો અને તેનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પણ છીનવાઈ ગયો હતો. ફ્રેન્ચાઇઝીએ ધનુષ અને તીરના ઇમોજી સાથે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું, અર્જુને ‘અર્જુન’નું કામ શરૂ કરી દીધું છે.
IPL 2023 માં ડેબ્યૂ કર્યું હતુ
અર્જુન તેંડુલકરે ગયા વર્ષે IPLમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે ટીમ માટે ચાર મેચ રમી હતી. તેનું ડેબ્યૂ શાનદાર રહ્યું અને શરૂઆતની ઓવરોમાં તેના સ્વિંગ બોલની ખૂબ ચર્ચા થઈ. પરંતુ ચર્ચા તેની ગતિ અને પછી ઇકોનોમી પર શરૂ થઈ. તે માત્ર ચાર મેચ રમ્યા બાદ બહાર થયો હતો. તેના નામે ત્રણ વિકેટ નોંધાઈ હતી. રોહિત શર્માએ તેને નવો બોલ સોંપ્યો હતો. પરંતુ ચાર મેચ બાદ તેને ફરીથી રમવાની તક મળી નથી.
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પર એક નજર
રોહિત શર્મા, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા (c), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ટિમ ડેવિડ, વિષ્ણુ વિનોદ, દેવાલ્ડ બ્રેવિસ, અર્જુન તેંડુલકર, શમ્સ મુલાની, નેહલ વઢેરા, જસપ્રિત બુમરાહ, કુમાર કાર્તિકેય, પીયૂષ ચાવલા, આકાશ માધવાલ, રોમારિયો શેફર્ડ, ગેરાલ્ડ કોએત્ઝી, જેસન બેહરેનડોર્ફ, દિલશાન મધુશંકા, અંશુલ કંબોજ, શ્રેયસ ગોપાલ, નુવાન તુશારા, નમન ધીર, મોહમ્મદ નબી, શિવાલિક શર્મા.
[ad_2]
Source link
Leave a Reply