Live: પોતાની વિરાસત ન સાચવે તે દેશ ભવિષ્ય પણ ગુમાવી દે:PM Modi

[ad_1]

  • ગાંધી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટનો શુભારંભ
  • આશ્રમ ભૂમિ વંદના’ કાર્યક્રમનું આયોજન
  • રૂ.1200 કરોડના ખર્ચે આશ્રમનો પુનઃવિકાસ કરાશે

સાબરમતી આશ્રમ ખાતે PM મોદીએ સંબોધન કર્યું છે. જેમાં જણાવ્યું છે કે બાપુની પ્રેરણાનો આપણી અંદર અનુભવ કરી શકીએ. બાપુના મુલ્યો આજે પણ અનેક લોકોના જીવનમાં સજીવ છે. ગાંધી આશ્રમના પુનઃ વિકાસનું ઉદ્ઘાટન કરવું મારું સૌભાગ્ય છે. બાપુના પહેલા આશ્રમ કોચરબ આશ્રમનું પણ લોકાર્પણ કર્યું છે. દ. આફ્રિકા બાદ ગાંધીજીનો પહેલો આશ્રમ કોચરબ આશ્રમ છે. ગાંધીજી બે વર્ષ સુધી કોચરબ આશ્રમમાં રહ્યા હતા. તેમજ ગાંધીજી ત્યારબાદ સાબરમતી આશ્રમમાં શિફ્ટ થયા હતા.

આશ્રમવાસીઓ અને ટ્રસ્ટીઓના સહયોગ બદલ આભાર: CM ભૂપેન્દ્ર પેટેલ

આશ્રમના પુનઃ વિકાસ ઉદ્ઘાટન કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પેટેલે સંબોધન આપ્યુ છે. જેમાં જણાવ્યું છે કે ગાંધી આશ્રમનો પુનઃ વિકાસ થવાનો છે એ ગર્વની વાત છે. ભારતની આઝાદીના સંગ્રામનું કેન્દ્રબિંદુ આ આશ્રમ રહ્યો છે. જન આંદોલનના અનેક નિર્ણય આ આશ્રમથી જ લેવાતા હતા. આઝાદીના સ્વપ્નને સાકાર કરવામાં આશ્રમની ભૂમિકા છે. મૂળ આશ્રમ 5 એકરમાં ફેલાયેલો છે. આ આશ્રમને માત્ર ગાંધી મેમોરિયલ નથી બનાવવાનુ. ગાંધીજીના વિચારોને વિશ્વમાં ફેલાવવાનું માધ્યમ આશ્રમ બનશે. આશ્રમના પુનઃ વિકાસ માટે કેન્દ્ર તરફથી મદદ બદલ આભાર. આશ્રમવાસીઓના અનેક પરિવારો અહીં રહેતા હતા. તેમના સહયોગ વગર આ પુનઃ વિકાસ શક્ય ન હતો. આશ્રમવાસીઓ અને ટ્રસ્ટીઓના સહયોગ બદલ આભાર.

ગાંધીજીના જીવનમૂલ્યો આધારિત સ્મારક બનાવાશે

ગાંધીજીના જીવનમૂલ્યો આધારિત સ્મારક બનાવાશે. વિશ્વ સ્તરીય સુવિધાઓથી સ્મારક સજ્જ હશે. તેમજ સ્મારક ગાંધીજીના આદર્શો – યોગદાનને સમજવાનું કેન્દ્ર બનશે. એક નવા સ્વરૂપમાં સાબરમતી આશ્રમ ઉભરશે. તેમાં આશ્રમના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવામાં આવશે. 20 જૂની ઇમારતોનું સંરક્ષણ, 3 ઇમારતનું નિર્માણ કરાશે. 13 ઇમારતોનું પુનઃસ્થાપન કરવામાં આવશે. વ્યાખ્યાન કેન્દ્ર, સોવિનિયર શોપ, ફૂડ કોર્ટ બનાવાશે.

ગાંધી આશ્રમનો કુલ વિસ્તાર 322 એકરનો છે

સાબરમતી નદીના કિનારે આવેલા ઐતિહાસિક ગાંધી આશ્રમનું 1200 કરોડ રૂપિયાના ખર્ચે રિ-ડેવલપમેન્ટ કરાશે. જેને લઈ PM મોદીએ ગાંધી આશ્રમનો માસ્ટર પ્લાન જોઇ તેનું લોન્ચિંગ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આજે 85 હજાર કરોડના રેલવે પ્રોજેક્ટની ભેટ આપી છે. ગાંધી આશ્રમ 5 એકર જમીનમાં પથરાયેલો છે. માસ્ટર પ્લાન મુજબ હવે આ આશ્રમ 55 એકર જમીનમાં રિ-ડેવલપ કરવામાં આવશે. ગાંધી આશ્રમનો કુલ વિસ્તાર 322 એકરનો છે.

[ad_2]

Source link

Categories:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *