IPL: મહિલાએ માટે રાજસ્થાને લોન્ચ કરી ખાસ જર્સી, 6-એપ્રિલની તારીખ હશે ખાસ

[ad_1]

  • રાજસ્થાને ફરી એકવાર પોતાની નવી પોસ્ટથી ચાહકોનું દિલ જીત્યું
  • રાજસ્થાન રોયલ્સે ખાસ જર્સી લોન્ચ કરી
  • મહિલાઓના સન્માનમાં ગુલાબી જર્સી પહેરીને મેદાનમાં ઉતરશે રાજસ્થાનની ટીમ

રાજસ્થાન રોયલ્સની ગણતરી તે ટીમોમાં થાય છે, જે દરરોજ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક્ટિવ રહે છે. IPL 2024 ની શરૂઆત પહેલા રાજસ્થાને ફરી એકવાર પોતાની નવી પોસ્ટથી ચાહકોનું દિલ જીતી લીધું છે. રાજસ્થાને એક ખાસ જર્સી લોન્ચ કરી છે, જે ટીમે દેશની મહિલાઓને સમર્પિત કરી છે.

રાજસ્થાનની ખાસ પહેલ

રાજસ્થાન રોયલ્સે દેશની મહિલાઓના સન્માન માટે ખાસ ગુલાબી જર્સી લોન્ચ કરી છે. કેપ્ટન સંજુ સેમસન આ ખાસ જર્સી પહેરીને જોવા મળે છે. રાજસ્થાને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જણાવ્યું છે કે ટીમ 6 એપ્રિલે આરસીબી સામેની મેચમાં આ જર્સી પહેરશે.

રાજસ્થાનની ટીમ ‘પિંક પ્રોમિસ’ પહેલ દ્વારા દેશની તમામ મજબૂત મહિલાઓનું સન્માન કરવા માટે આ જર્સી પહેરશે. ટીમે એક વિડીયો પણ શેર કર્યો છે, જેમાં ઘણી મહિલાઓ આ નવી જર્સી પહેરીને પોતાની વાર્તાઓ કહેતી જોવા મળે છે. જર્સી પર તે મહિલાઓના નામ પણ લખેલા છે.

પ્રથમ ટક્કર લખનૌ સાથે થશે

IPL 2024માં રાજસ્થાન રોયલ્સ 24 માર્ચે લખનૌ સુપર જાયન્ટ્સ સામે તેમના અભિયાનની શરૂઆત કરશે. બંને ટીમો વચ્ચેની આ મેચ જયપુરના સવાઈ માન સિંહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. 28 માર્ચે બીજી મેચમાં રાજસ્થાન દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે.

ગત સિઝનમાં પ્રદર્શન ખાસ રહ્યું ન હતું

ગત સિઝનમાં રાજસ્થાન રોયલ્સનું પ્રદર્શન મિશ્ર રહ્યું હતું. ટીમે ટૂર્નામેન્ટમાં કુલ 14 મેચ રમી હતી, જેમાંથી ટીમે 7માં જીત મેળવી હતી, જ્યારે ટીમને એટલી જ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં રાજસ્થાનની ટીમ આ સિઝનમાં સંજુ સેમસનની કપ્તાનીમાં જોરદાર પ્રદર્શન કરવા માંગશે.



[ad_2]

Source link

Categories:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *