[ad_1]
- NSEના નિફ્ટીમાં 1.51%નો વધારો
- BSEના સેન્સેક્સમાં 1.23%નો વધારો
- સેન્સેકસ 906 પોઈન્ટના સુધારા સાથે બંધ
ભારતીય શેરબજારમાં આજે એટલે કે 13મી માર્ચે ભારે ઘટાડો જોવા મળ્યો હતો. બુધવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં હોબાળો જોવા મળ્યો હતો. બજારમાં ભારે વેચવાલીથી રોકાણકારોને આજના સત્રમાં રૂ. 14 લાખ કરોડનું મોટું નુકસાન થયું છે. બજારમાં ઘટાડો મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વેચવાલીથી શરૂ થયો હતો. પરંતુ બપોરે લાર્જ કેપ શેરોમાં પણ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 924 પોઈન્ટ ઘટીને 73,000 ની નીચે 72,743 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 352 પોઈન્ટ ઘટીને 22000ની નીચે 21,982 પોઈન્ટ પર બંધ થયો હતો. એક સમયે સેન્સેક્સ 1150 પોઈન્ટ્સ અને નિફ્ટી 430 પોઈન્ટ્સ તૂટ્યો હતો.
રોકાણકારોને રૂ. 13.50 લાખ કરોડનું નુકસાન થયું છે
ભારતીય શેરબજારમાં ઘટાડાની આ સુનામીના કારણે બજારની મૂડીમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ ઘટીને રૂ. 372.11 લાખ કરોડ થયું છે જે ગયા સત્રમાં રૂ. 385.57 લાખ કરોડ હતું. એટલે કે આજના વેપારમાં રોકાણકારોને રૂ. 13.46 લાખ કરોડનું નુકસાન થયું છે.
[ad_2]
Source link
Leave a Reply