[ad_1]
- જસદણના બાખલવડ ગામ નજીક થયો હતો અકસ્માત
- જસદણ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
- મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ PM અર્થે ખસેડાયો
જસદણ અકસ્માતમાં ત્રણના મોત થયા છે. જેમાં મામા અને બે ભાણીના અકસ્માતમાં મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. જસદણના બાખલવડ ગામ નજીક આ અકસ્માત થયો છે. તેમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ભયાનક નજારો જોવા મળ્યો હતો.
જસદણ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
જસદણ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. તેમજ મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ PM અર્થે ખસેડાયો છે. જસદણના બાખલવડ ગામ નજીક અકસ્માત મામલે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રાત્રે અકસ્માત સર્જાતા બેના મોત થયા હતા. જેમાં ચાર વર્ષની બાળકી અને 27 વર્ષે પુરુષનું મોત થયું હતું. તેમજ આજે વધુ એક આઠ વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત થયુ છે.
અકસ્માતમાં મામા અને બે ભાણેજના કરૂણ મોત થયા
અકસ્માતમાં મામા અને બે ભાણેજના કરૂણ મોત થયા છે. માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત થયું છે. અજયભાઈ સદાસિયા (ઉં.વ.30) પોતાની બે ભાણેજ કિંજલ રણછોડભાઈ ઓળકિયા (ઉં.વ.8) અને માહી રણછોડભાઈ ઓળકિયા (ઉં.વ.4) પોતાની બાઈકમાં બેસાડીને બાખલવડ ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક કારે બાઈકને અડફેટે લેતા મામા અને બે ભાણેજ ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. જેમાં અજયભાઈ અને માહીનું ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઊડી ગયું હતું. જ્યારે કિંજલને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, આજે સવારે તેણે પણ દમ તોડી દીધો હતો.
[ad_2]
Source link
Leave a Reply