સુરતમાં ફ્લાય ઓવર બ્રિજ ઉપર ટ્રક ચાલકની ગંભીર બેદરકારી

[ad_1]

  • સહારા દરવાજા પાસે આ બનાવ બન્યો છે
  • બ્રિજ ઉપર લગાવેલા ડેસ્ટીનેશન ગેટમાં ફસાઈ
  • ટ્રકની હાઈટ વધારે હોવાથી ફસાયો ટ્રક

સુરતમાં ફ્લાય ઓવર બ્રિજ ઉપર ટ્રક ફસાઈ છે. જેમાં ટ્રક ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. સહારા દરવાજા પાસે બ્રિજ ઉપર લગાવેલા ડેસ્ટીનેશન ગેટમાં ટ્રક ફસાઈ ગઇ હતી. ટ્રકની હાઈટ વધારે હોવાથી ટ્રક ફસાયો હતો. તેમાં ટ્રક ચાલકની બેદરકારીના કારણે ગેટ તૂટયો હતો.

ટ્રક ચાલક ટ્રક ફયાસા બાદ ભાગી છુટ્યો

ટ્રક ચાલક ટ્રક ફયાસા બાદ ભાગી છુટ્યો હતો. જેમાં સુરત રેલવે સ્ટેશન બાજુથી ટ્રક નીકળી હતી. તથા દિલ્લી ગેટથી સરદાર માર્કેટ તરફ ટ્રક જઈ રહી હતી. જેમાં સોશિયલ મીડિયામાં વીડિયો સામે આવ્યો છે. અગાઉ સુરતમાં સતત ટ્રાફિકથી ધમધમતા રિંગ રોડ બ્રિજ પર એક ટ્રક બંધ પડતા બે કિ.મી. જેટલો ટ્રાફિકજામ સર્જાયો હતો. જ્યારે આ ટ્રાફિક જોઈને સબજેલ બ્રિજ પરથી વાહન ચાલકો બ્રિજ પર જ જીવન જોખમે યુ ટર્ન લઈ રહ્યા હતા. જેના પગલે મજુરા ગેટ ખાતે પણ ટ્રાફિકજામ થઈ ગયો હતો.

વાહનોના કારણે સિવિલ હોસ્પિટલની સામે ટ્રાફિકજામ થઈ ગયો

ઉધના તરફથી રિંગરોડ બ્રિજ ચડતા સમયે જ એક ગેસ સિલિન્ડર ભરેલો ટ્રક બંધ પડી ગયો હતો. જેના કારણે ઉધના સુધી ટ્રાફિકજામ થવાનું શરુ થઈ ગયું હતું. આ દરમિયાન ટ્રાફિકજામ જોઈને સબજેલ બ્રિજ પર વાહન ચાલકોએ યુ ટર્ન લઈ રહ્યા હતા. વાહનચાલકો બ્રિજ પર જ યુ ટર્ન લેવાના કારણે બ્રિજ પર અફરાતફરી મચી ગઈ હતી. એક તરફ સામે આવતા વાહનો અને બ્રિજ પર જ યુ ટર્ન લેતાં વાહનચાલકોના કારણે અફરતફરી મચી ગઇ હતી. રોંગ ટર્ન મારીને આવતા વાહનોના કારણે સિવિલ હોસ્પિટલની સામે ટ્રાફિકજામ થઈ ગયો હતો. 

[ad_2]

Source link

Categories:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *