ઘરે નાના બાળકો હોય તો, તમારા માટે આ ઘટના જાણવી જરૂરી

[ad_1]

  • સુરતમાં બે વર્ષનું બાળક સિક્કો ગળી ગયો
  • બાળક સિક્કો ગળી જતા પરિજનો થયા દોડ્તા
  • બાળકને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા

સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં બે વર્ષનો બાળક રૂપિયાનો સિક્કો ગળી ગયો હતો. ગળામાં સિક્કો ઉતારી જતા પરિવાર સિવિલ હોસ્પિટલ દોડતુ આવ્યું હતુ. જેમાં એક્સ રે કાઢવામાં આવતા સિક્કો સ્પષ્ટ દેખાયો હતો. ઓપરેશન કરીને સિક્કો બહાર કાઢવામાં આવશે. ઉધના સ્થિત પ્રભુનગરમાં પરિવાર રહે છે.

બાળક રમતા રમતા એક રૂપિયાનો સિક્કો ગળી ગયો

જો તમારા ઘરે નાના બાળકો હોય તો, તમારા માટે લાલબત્તી સમાન ઘટના સામે આવી છે. સુરતમાં બે વર્ષીય બાળક રમતા રમતા એક રૂપિયાનો સિક્કો ગળી ગયો હોવાની ઘટના સામે આવી છે. બાળકની માતાને જાણ થતા તેને બાળકના મોઢામાંથી સિક્કો કાઢવાના અગણિત પ્રયત્ન કર્યો હતા. છતા પણ સિક્કો નહીં નીકળતા બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ડોક્ટરે બાળકના એક્સરે ના રિપોર્ટ કરાવ્યા હતા. જેમા બાળકની અન્નનળીમાં સિક્કો હોવાનું સામે આવ્યું હતું.

 ટેકનીકથી સિક્કો કાઢતા 20-30 મિનિટ જ થઇ હતી

અગાઉ અંકલેશ્વરમાં સપના સોસાયટીમાં અને રીક્ષા ચાલક રહેતા ઈરફાન મલિકનો બે વર્ષીય પુત્ર ઘર પાસે દુકાનમાં બિસ્કીટ લેવા ગયો હતો. બાદમાં રમતા રમતા પાંચનો સિક્કો મોઢામાં નાખતા ગળાઇ જતા ગળામાં ફસાઇ ગયો હતો. તેને ઉલટી થવા લાગતા સ્થાનિક હોસ્પિટલમાં લઇ જઇ એક્સરે કરાવતા ગળામાં સિક્કો નજરે પડયો હતો. અહી ડોકટર ન હોવાથી અન્ય હોસ્પિટલમાં લઇ જવાયો પણ રૂ.70-80 હજારનો સારવાર ખર્ચ થશે તેમ કહેવાતા પરિવાર આ વ્યવસ્થા કરી શકે તેમ નહોતો. દરમિયાન સબંધીના કહેવાથી પરિવાર બાળકને લઇને સુરત નવી સિવિલ હોસ્પિટલ આવી ગયો હતો. ઇ એન્ડ ટી વિભાગના વડા ડો.જૈમીન કોન્ટ્રાકટરના માર્ગદર્શન હેઠળ ડો.ખુશી, ડો.પ્રાચીએ દુરબીનની મદદથી ચીપીયો નાંખીને બાળકના ગળામાં ફસાયેલો સિક્કો કાઢી લેતા બાળક અને પરિવારને રાહત થઇ હતી. આ ટેકનીકથી સિક્કો કાઢતા 20-30 મિનિટ જ થઇ હતી. 

[ad_2]

Source link

Categories:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *