[ad_1]
- બેઠકમાં PM મોદી અને અધ્યક્ષ નડ્ડા હાજર રહ્યા હતા
- બીજી યાદીમાં ગુજરાતના બાકી ઉમેદવાર જાહેર થઈ શકે છે
- મધ્ય પ્રદેશ, તેલંગાણા અને મહારાષ્ટ્રના ઉમેદવાર જાહેર થશે
ભાજપની બીજી યાદી આજે જાહેર થશે. જેમાં સોમવારે ભાજપ CECની બેઠક મળી હતી. બેઠકમાં PM મોદી અને અધ્યક્ષ નડ્ડા હાજર રહ્યા હતા. બીજી યાદીમાં ગુજરાતના બાકી ઉમેદવાર જાહેર થઈ શકે છે. તેમજ મધ્ય પ્રદેશ, તેલંગાણા અને મહારાષ્ટ્રના ઉમેદવાર જાહેર થશે.
ગુજરાતના 11 ઉમેદવાર જાહેર કરાવના બાકી
પ્રથમ યાદીમાં ગુજરાતના 15 ઉમેદવાર જાહેર કરાયા હતા. ગુજરાતના 11 ઉમેદવાર જાહેર કરાવના બાકી છે. બીજી યાદીમાં પાંચથી સાત નામ જ જાહેર થવાની શક્યતા છે. જેમાં જૂનાગઢ, અમરેલી, મહેસાણા બેઠકને લઈ અસમંજસ છે. તેમજ મહિલા ઉમેદવારોના નામ પર હજુ કોઈ સહમતિ નથી.
પાર્ટીની પ્રથમ યાદીમાં 28 મહિલાઓ અને 47 યુવાનોનો સમાવેશ
પાર્ટીની પ્રથમ યાદીમાં 28 મહિલાઓ અને 47 યુવાનોનો સમાવેશ થાય છે, જ્યારે 27 ઉમેદવારો અનુસૂચિત જાતિના, 18 અનુસૂચિત જનજાતિના અને 57 અન્ય પછાત વર્ગના છે. આ યાદીમાં ઉત્તર પ્રદેશની 51, પશ્ચિમ બંગાળની 20, મધ્યપ્રદેશની 24, ગુજરાત અને રાજસ્થાનની 15-15 બેઠકો, કેરળ અને તેલંગાણાની 12-12 બેઠકો, ઝારખંડ, છત્તીસગઢ અને આસામની 11-11 બેઠકો અને પાંચ બેઠકોનો સમાવેશ થાય છે. દિલ્હી. કેટલાક અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સહિત સીટ માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી.
[ad_2]
Source link
Leave a Reply