[ad_1]
- ગુજરાતમાં બે પ્લાન્ટ, આસામમાં એક પ્લાન્ટનું ભૂમિ પૂજન
- PM નરેન્દ્ર મોદી વર્ચુઅલી કાર્યક્રમમાં જોડાયા
- સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતને ભારતનું હબ બનાવવાનું છે: CM
આજે ગુજરાતમાં બે સેમીકન્ડકટર પ્લાન્ટનું ભૂમિ પૂજન થયુ છે. જેમાં PM નરેન્દ્ર મોદી વર્ચુઅલી કાર્યક્રમમાં જોડાયા છે. તેમજ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ કાર્યક્રમમાં હાજર રહ્યાં છે. ધોલેરા અને સાણંદમાં સેમીકન્ડકટર પ્લાન્ટ બનશે. ધોલેરામાં ટાટા ગ્રુપ દ્વારા પ્લાન્ટ સ્થપાશે. ટાટા ગ્રુપ ધોલેરા પ્લાન્ટમાં 91 હજાર કરોડનું રોકાણ કરશે. તથા પ્લાન્ટમાં AI આધારિત ચીપ બનશે. પ્લાન્ટમાં ઓટોમેશન, ડેટા એનાલિટીક્સ આધાારિત ચીપ બનશે. સાણંદના કાર્યક્રમમાં ઉદ્યોગ મંત્રી બળવંત સિંહ રાજપૂત સાથે ધોલેરાના કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા છે.
ભારતને સેમિકન્ડક્ટર ઉત્પાદન હબ બનાવવાની પહેલ: PM Modi
સેમીકન્ડકટર પ્લાન્ટના ભૂમિ પૂજન કાર્યક્રમમાં PM નરેન્દ્ર મોદી વર્ચુઅલી જોડાયા છે તેમજ સંબોધન કરતા જણાવ્યું છે કે આજનો દિવસ ઐતિહાસિક છે. ઇતિહાસ રચવાની સાથે ભવિષ્ય તરફ મજબુત પગલુ છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે 3 મોટા પ્રોજેક્ટનો શિલાન્યાસ છે. ગુજરાતના સાણંદ અને ધોલેરામાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ બનશે તથા આસામના મોરેગાંવમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ બનશે. ભારતને સેમિકન્ડક્ટર ઉત્પાદન હબ બનાવવાની પહેલ છે. આ કાર્યક્રમમાં તાઇવાનના સાથી વર્ચ્યુઅલી સામેલ છે. હું ભારતના પ્રયાસોથી ખૂબ ઉત્સાહિત છુ. દેશના 60 હજારથી વધુ કોલેજ, યુનિ.ઓ જોડાઇ છે. આ કાર્યક્રમમાં વધુને વધુ યુવાનોનો જોડવા જોઇએ.
આત્મવિશ્વાસથી ભરેલો યુવાન દેશનું ભાગ્ય બદલે છે
ભવિષ્યના ભારતના ભાગીદારો આ યુવાનો છે. આ યુવાનો મારા ભારતની શક્તિ છે. મારી ઇચ્છા હતી ભારતના વિદ્યાર્થીઓ આ ક્ષણના સાક્ષી બને. ગ્લોબલ સપ્લાય ચેઇનમાં ભારત મજબુત કડી બની રહ્યું છે. આત્મવિશ્વાસથી ભરેલો યુવાન દેશનું ભાગ્ય બદલે છે. 21મી સદી ટેકનોલોજી સંચાલિત સદી છે. ઇલેક્ટ્રોનિક ચિપ વગર આ સદીની કલ્પના પણ ન થઇ શકે. મેડ ઇન ઇન્ડિયા ચિપ ભારતને આધુનિકતા તરફ લઇ જશે. 3 ઔદ્યોગિક ક્રાંતિઓમાં ભારત પાછળ રહી ગયું હતુ. ભારત હવે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટે આગળ વધે છે. આપણે એક પળ પણ વેડફવા નથી માગતા. આપણે આ મુદ્દે ખૂબ ઝડપથી કામ કરી રહ્યા છીએ. ઇન્ડિયા વચન આપે છે, ઇન્ડિયા કરી બતાવે છે. વિશ્વને એક વિશ્વાસપાત્ર પુરવઠા કડીની જરૂર છે. ભારત વૈશ્વિક કડી બનવા અંગે મોટી ભૂમિકા ભજવવા તૈયાર છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રનું કોમર્શિયલ ઉત્પાદન પણ કરીશુ. ભારત સેમિકન્ડક્ટર મુદ્દે પણ ગ્લોબલ પાવર બનશે.
આ સેક્ટરથી ટેકનોલોજી એડવાન્સમેન્ટ ક્ષેત્રે પણ પ્રગતિ થશે
ભારતની નીતિઓનો વ્યૂહાત્મક ફાયદો મળશે. આપણે ઇઝ ઓફ ડુઇંગને પ્રોત્સાહન આપ્યું છે. ભારતે 40 હજારથી વધુ કમ્પલાયન્સ દૂર કર્યા છે. રોકાણકારો માટે FDIના નિયમો પણ સરળ કર્યા છે. ડિફેન્સ, ટેલિકોમ જેવા ક્ષેત્રોમાં FDI પોલીસી સરળ કરી છે. આજે ભારત વિશ્વનું બીજુ સૌથી મોટું મોબાઇલ ઉત્પાદક છે. આપણે નેશનલ ક્વોન્ટમ મિશનની પણ શરૂઆત કરી છે. ઇનોવેશન માટે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની પણ સ્થાપના કરી છે. ટેકનોલોજી એડવાન્સમેન્ટના રસ્તે આગળ વધીએ છીએ. સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીનો સૌથી વધુ લાભ યુવાનોને મળશે. કોમ્યુનિકેશનથી ટ્રાન્સપોર્ટેશન સુધી જોડાયેલું સેમિકન્ડક્ટર છે. ચિપ ઇન્ડસ્ટ્રી વિકાસના અનેક દ્વાર ખોલે છે. આ સેક્ટરથી ટેકનોલોજી એડવાન્સમેન્ટ ક્ષેત્રે પણ પ્રગતિ થશે.
ગુજરાતમાં બે પ્લાન્ટ, આસામમાં એક પ્લાન્ટનું ભૂમિ પૂજન
આજે સેમીકન્ડકટર પ્લાન્ટનું ભૂમિ પૂજન થયુ છે. ગુજરાતમાં બે પ્લાન્ટ, આસામમાં એક પ્લાન્ટનું ભૂમિ પૂજન થયુ છે. PM નરેન્દ્ર મોદી વર્ચુઅલી કાર્યક્રમમાં હાજર રહ્યાં છે. ધોલેરાના કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ હાજર છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું છે કે સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત આગળ વધી રહ્યુ છે. PM કહે છે સમસ્યા અને સંભાવનામાં માત્ર વિચારનું અંતર છે. સમસ્યાઓને સંભાવનામાં બદલવું એ મોદીની ગેરંટી છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતને ભારતનું હબ બનાવવાનું છે. સેમિકન્ડક્ટર માટે ગુજરાતે પોલીસી બનાવી છે. ગુજરાતમાં વધુ બે પ્લાન્ટ સ્થપાવાના છે તે ગૌરવની વાત છે.
[ad_2]
Source link
Leave a Reply