[ad_1]
- માતા-પિતાની બેદરકારીથી બાળકનું મોત
- રમતા રમતા બાળક સ્વીમિંગ પુલમાં પડી ગયું
- ફ્લેટના ચોકીદાર પરિવારના બાળકનું મૃત્યુ
રાજકોટમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. 3 વર્ષના બાળકનું સ્વીમિંગ પુલમાં પડી જતા મોત થયુ છે. તેમાં માતા-પિતાની બેદરકારીથી બાળકનું મોત થયુ છે. જેમાં રમતા રમતા બાળક સ્વીમિંગ પુલમાં પડી ગયું હતુ. રાજકોટના જામનગર રોડ પરના ફ્લેટની ઘટના આ ઘટના છે.
ફ્લેટના ચોકીદાર પરિવારના બાળકનું મોત
ફ્લેટના ચોકીદાર પરિવારના બાળકનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે. લોકેશ વિશ્વકર્મા નામના નેપાળી પરિવારના બાળકનું સ્વિમિંગ પુલમાં પડતા મોત થયુ છે. રાજકોટમાં અગાઉ દોઢ વર્ષનું બાળક એક મહિનાથી બીમાર હતું. જેથી તેને તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો. નિદાન કરતા શ્વાસનળીમાં સીંગદાણો ફસાયો હોવાનું ખુલ્યું હતું. ડોક્ટરે દૂરબીનથી ઓપરેશન કરી સીંગદાણો બહાર કાઢી બાળકનો જીવ બચાવ્યો હતા.
બાળકને સૂતાં-સૂતાં કોઈ વસ્તુ ખવડાવવી જોઈએ નહીં
બાળકોમાં સૌથી વધુ 3થી 5 વર્ષનાં બાળકોમાં સીંગદાણા, ચણા, રમકડામાં આવતો નાનો એલઇડી બલ્બ, સ્ક્રૂ, પથ્થર જેવી વસ્તુઓ કાઢવાનાં પીડીયાટ્રીક સર્જરી વિભાગમાં 12થી 15 અને અન્ય વિભાગોમાં મળીને 50 કેસમાં 10માંથી 7 કિસ્સામાં સીંગદાણા કે તેનો ટુકડો હોય છે. જેથી પરિજનોએ નાના બાળકને આવી વસ્તુ ન રમે તેની તકેદારી રાખવી, સૂતા સૂતા, રમતા રમતા બાળકને ક્યારેય કંઈ ખવડાવવું જોઈએ નહીં.
[ad_2]
Source link
Leave a Reply