[ad_1]
- 18 થી 23 માર્ચ સુધી રોપ-વે સેવા બંધ રહેશે
- મેઇન્ટેનન્સની કામગીરીને લઇ રોપ-વે સંવા બંધ કરાઇ
- 24 માર્ચથી રોપ-વે સેવા ફરીથી શરૂ કરાશે
યાત્રાધામ પાવાગઢ ખાતે રોપ-વે બંધ રહેશે. જેમાં 18 થી 23 માર્ચ સુધી રોપ-વે સેવા બંધ રહેશે. મેઇન્ટેનન્સની કામગીરીને લઇ રોપ-વે સેવા બંધ કરાઇ છે. તેમજ 24 માર્ચથી રોપ-વે સેવા ફરીથી શરૂ કરાશે. પાવાગઢ ખાતે માચીથી રોપ-વે મારફતે મહાકાળી માતાજીના મંદિર સુધી જવાય છે.
કુલ 6 દિવસ રોપ-વે સેવા બંધ રહેશે
મેઇન્ટેનન્સ માટે આવનાર 18 માર્ચથી 23 માર્ચ સુધી કુલ 6 દિવસ રોપ-વે સેવા બંધ રહેશે. યાત્રિકોને રોપ-વે બંધ રહેશે ત્યાં સુધી પગથિયા ચઢી નિજ મંદિર દર્શન કરવા જવુ પડશે. તેમજ આગામી 24 માર્ચથી રોપ-વે સુવિધા પુનઃ શરુ થશે.
પાવાગઢ ખાતે નિજ મંદિર પરિસરમાં મંદિર ટ્રસ્ટ દ્વારા સંત સંમેલન યોજાયું
શક્તિપીઠ પાવાગઢ ખાતે નિજ મંદિર પરિસરમાં મંદિર ટ્રસ્ટ દ્વારા સંત સંમેલન યોજાયું હતુ. અયોધ્યા ખાતે જે સંતોને આમંત્રણ મળ્યું હતું તેવા ગુજરાતના વિવિધ સંપ્રદાયોના સંતોનું પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા સન્માન કરવા માં આવ્યું હતું. અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય પ્રમુખ અવિચલ દાસ મહારાજ અને મહામંત્રી દંડી સ્વામીશ્રી જીતેન્દ્રાનંદ સરસ્વતીજી દ્વારા CAA ના કાયદાને આવકારવામાં આવ્યો હતો. તેમજ સંત સમિતિ અને તમામ સંતો ભારતીય જનતા પાર્ટી સાથે હોવાની તેમજ આગામી ચૂંટણીમાં ભાજપની તરફેણમાં મતદાન કરાવવાની અપીલ કરી રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસ પર ખૂબ જ આકરા પ્રહારો કર્યા હતા.
[ad_2]
Source link
Leave a Reply